મોદીજીએ યુક્રેન-રશિયા, ગાઝા-ઇઝરાયેલ યુદ્ધ રોકાવી દીધું, પરંતુ પેપર ફૂટવાનું રોકાવી ન શક્યાઃ રાહુલનો કટાક્ષ

10:17 PM Jun 20, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ NEET પરીક્ષા બાદ હવે NET પરીક્ષામાં પણ હેરાફેરીના સમાચાર સામે આવ્યાં છે. પરીક્ષાના એક દિવસ બાદ નેટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલી ભાંગી પડી છે. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.

NEET અને UGC NETનું પેપર લીક થયું છે. રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવ્યું હતું. મોદીજીએ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દીધું હતું, પરંતુ કોઈને કોઈ કારણસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપરો લીક થતા અટકાવી શકતા નથી   વ્યાપમ મધ્ય પ્રદેશમાં થયું અને નરેન્દ્ર મોદી, તેમની સરકાર તેને આખા દેશમાં ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.

પેપર લીક થવાનું કારણ એ છે કે સમગ્ર વાઇસ ચાન્સેલર એજ્યુકેશન સિસ્ટમને ભાજપ અને તેમના વાલી સંગઠનના લોકોએ કબ્જે કરી લીધા છે. બિહારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણ પ્રણાલી ડિમોનેટાઈઝ થઈ ગઈ છે.

NEETનું પેપર લીક થયું છે. શિક્ષણ વ્યવસ્થા પર ભાજપનું નિયંત્રણ છે. મહેનતુ વિદ્યાર્થીઓ છેતરાયા છે. દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાનો સાથે રમત રમાઈ રહી છે. NEET પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526