ગોધરામાં સેન્ટ્રલ GST ટીમનાં દરોડા, મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા- Gujarat Post

09:29 AM Dec 20, 2023 | gujaratpost

પંચમહાલઃ ગોધરામાં સેન્સ્ટ્રલ જીએસટી ટીમે દરોડા પાડ્યાં છે. સ્ટેશન રોડ સ્થિત આવેલી વાસુદેવ એન્ટર પ્રાઇઝમાં સેન્ટ્રલ GST ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂકા મેવા સહિત કરિયાણાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં CGSTના દરોડાથી અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે.

સેન્ટ્રલ GST ટીમે બોગસ બિલિંગ કરીને 68 કરોડની જીએસટી ચોરી કરનારા જામનગરના વેપારી પરાગ હરિયાની ધરપકડ કરી હતી. તેણે 400 કરોડથી વધુ બોગસ બિલિંગ કર્યુ હોવાનો પ્રાથમિક અંદાજ છે. આરોપીએ મહારાષ્ટ્ર અને ચેન્નાઈમાં મહત્તમ બિલિંગ કર્યુ હોવાનું અત્યારે સામે આવ્યું છે.

છેલ્લા ત્રણેક વર્ષથી તે આ કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. પરાગ હરિયા જામનગર સ્થિત મેસર્સ એન.એસ. ઈમ્પેક્સનો માલિક છે, તે પિત્તળ અને તાંબાના ભંગારના વેપાર સાથે સંકળાયેલો છે. પિત્તળ અને તાંબાના ભંગાર પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આ ધંધામાં તેણે બોગસ બિલના વ્યવહારોના માધ્યમથી 67.72 કરોડની જીએસટી ચોરી કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post