આવો ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં જ છે...પાલનપુર બ્રિજ કેસમાં 11 લોકો સામે ફરિયાદ, એક મૃતકનો પરિવાર નોંધારો બન્યો-Gujarat Post

12:20 PM Oct 26, 2023 | gujaratpost

પાલનપુરઃ બ્રિજ દુર્ઘટના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બ્રિજ તૂટવાથી બે લોકોના દબાઈ જવાથી મોત નિપજ્યાં હતા. આ કેસમાં જીપીસી કંપનીના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સહિત કુલ 11 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બ્રિજ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  અધિકારીઓને આ મામલે સૂચના આપતા કહ્યું છે કે, ગુણવત્તાની બાબતમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી. આ સાથે જરૂર પડે તો વધુ નાણાંનો ખર્ચ કરવા સૂચના આપી છે.

દુર્ઘટનામાં મોતને ભેટેલા યુવકના પિતાએ કહ્યું, મારા દીકરા ઉપર જ અમારું ઘર ચાલતું હતું, હવે તેનું મોત થતા પરિવાર નોંધારો બન્યો છે. મૃતકની પત્ની નિરુબેન શ્રીમાળીએ જણાવ્યું કે, મારા પતિનું મોત થતા મારી 3 વર્ષની દીકરી નોંધારી બની છે. અમારું બધું જ જતું રહ્યું સરકાર અમને સહાય આપે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે. અમારા પરિવારનો આધાર સ્તંભ જ તૂટી ગયો છે તેમ કહી ચોધાર આંસુએ મૃતકના પત્ની રડી પડ્યાં હતા.

બ્રિજ તુટી પડવા મુદ્દે, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર અને ભાજપ વચ્ચે સંબંધો છે.ચૂંટણી ફંડના બદલામાં તેમને કોન્ટ્રાક્ટ મળ્યાં હોવાના આરોપ છે. જો કે મોરબી બ્રિજ દુર્ઘટનાની જેમ આ કેસમાં પણ દોષિતોને સજા થશે કે નહીં તેના પર નજર રહેશે. અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાકરોની મીલિભગતથી આ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને નિર્દોષ લોકોનાં જીવ જઇ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post