ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ થવાથી પાકિસ્તાનમાં ખળભળાટ, શાહબાઝ શરીફે અમેરિકાને ભારત પર દબાણ લાવવા અપીલ કરી

09:50 AM May 01, 2025 | gujaratpost

ઇસ્લામાબાદઃ જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. પાકિસ્તાન હાલમાં ડરમાં છે કે ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. આવી સ્થિતિમાં તે સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. દરમિયાન ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. 30 એપ્રિલથી 23 મે સુધી એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે.

ભારતનું ઉશ્કેરણીજનક વલણ સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે: શાહબાઝ શરીફ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે ફોન પર વાત કરી હતી. દરમિયાન,શાહબાઝ શરીફે અમેરિકાને અપીલ કરી છે કે તેઓ ભારત પર જવાબદારીપૂર્વક વર્તન કરવા અને નિવેદનબાજી ઘટાડવા માટે દબાણ કરે. પાકને ડર છે ભારતના ઉશ્કેરણીજનક વલણથી પ્રાદેશિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે

અમેરિકાના વિદેશ મંત્રીએ એસ.જયશંકર અને શાહબાઝ શરીફને ફોન કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ફોન પર વાત કરી છે. તેમણે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં ભારત પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પરંતુ બંને દેશોને વાતચીત દ્વારા તણાવ ઓછો કરવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી.

પાકિસ્તાને સતત સાતમા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો

પાકિસ્તાનની સેના ડરની સ્થિતિમાં છે. તેમણે સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન પણ કર્યું છે. ગુરુવારે પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂરમાં નિયંત્રણ રેખા નજીક સતત સાતમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

ISI ચીફ અસીમ મલિક બન્યાં પાકિસ્તાનના નવા NSA

ભારત દ્વારા સંભવિત કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં હંગામો વધી ગયો છે. પાકિસ્તાને તેની ગુપ્તચર એજન્સી ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) નો વધારાનો હવાલો પણ સોંપ્યો છે. ભારત તરફથી લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાને આ નિર્ણય લીધો છે.

પાકિસ્તાની વિમાનો માટે પ્રવેશ પ્રતિબંધિત

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ભારતે 23 મે સુધી પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આના કારણે પાકિસ્તાનની એરલાઇન્સને ભારે નુકસાન સહન કરવું પડશે. આ પહેલા ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કર્યા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++