+

સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર

સુરતઃ ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યાં છે. તે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. હાલ સુરત પોલીસને જાણ કરાતા તે આત્મીય

સુરતઃ ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યાં છે. તે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. હાલ સુરત પોલીસને જાણ કરાતા તે આત્મીય સંસ્કારધામ પહોંચી હતી.

ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી નામની બે વિધાર્થીનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે. સાથે જ તેમના પરિવારજનોને આ વાતની જાણ કરવામાં આવી છે.

facebook twitter