આતંકવાદી આદિલ શેખનું ઘર તોડી પડાયું, આસિફ શેખરના ઘરમાં બ્લાસ્ટ, બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોચનો કમાન્ડર અલ્તાફ લાલી ઠાર

04:04 PM Apr 25, 2025 | gujaratpost

શ્રીનગરઃ પહેલગામ હુમલા બાદ સેનાએ જોરદાર કાર્યવાહી શરુ કરી દીધી છે. પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને  શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યાં છે. સેનાએ જમ્મુ- કાશ્મીરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ હુમલા પાછળ આસિફ શેખ નામના શખ્સનો હાથ હોવાના અહેવાલો છે, ગત રાત્રે સિક્યોરિટી ફોર્સે મોગા વિસ્તારમાં સ્થિત આસિફ શેખના ઘરે તપાસ હાથ ધરી હતી, આ દરમિયાન એક ભયંકર વિસ્ફોટ પણ થયો હતો, જેમાં તેનું ઘર ધડાકાભેડ તૂટી ગયું હતુ.

સેનાના જવાનો આતંકવાદી આસિફ શેખના ઘરની તલાશી લેવા પહોંચ્યા હતાં. કાર્યવાહી દરમિયાન અધિકારીઓને એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું, જે જોઈને સિક્યોરિટી ફોર્સીઝ સતર્ક થઇ ગઈ. આ બોક્સ સાથે કેટલાક વાયરો જોડાયેલા હતાં. અધિકારીઓને શંકા ગઈ કે બોક્સમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ હોઈ શકે છે. ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સની એન્જિનિયરિંગ ટીમે બોક્સમાં બોમ્બની પુષ્ટિ કરી. બોક્સ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું, જેના કારણે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. બીજી તરફ આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ આદિલ શેખનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. વહીવટીતંત્રએ આદિલના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહી સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

સેનાએ બાંદીપોરામાં એક એન્કાઉન્ટરમાં લશ્કરના ટોચના કમાન્ડર અલ્તાફ લાલીને ઠાર માર્યો છે. શુક્રવારે સવારે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યાં બાદ ભારતીય સેનાએ બાંદીપોરામાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી પણ ઘાયલ થયો હતો. બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++