તાબુક પકડીને રડી પત્ની હિમાંશી, કહ્યું મને તમારા પર ગર્વ છે...જયહિંદ
જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પહેલગામમાં અચાનક જ હુમલો કરીને 27 નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, મૃતકોના પરિવારજનોની આંખોમાં આસુ રોકાઇ રહ્યાં નથી, બસ એક જ માંગ છે આતંકવાદીઓ અને પાકિસ્તાનને સબક શિખવી દો.
આ હુમલામાં ભારતીય નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ થયા છે. તેમના પાર્થિવ દેહને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો અને ત્યાથી તેમના વતન હરિયાણામાં લઇ જવામાં આવશે.
Trending :
શહીદના પત્નીએ ખુબ જ વિલાપ કર્યો હતો, પતિની લાશ જોઇને તે ભાવુક થઇ ગયા હતા અને ખુબ જ રડી રહ્યાં હતા, માત્ર 6 દિવસ પહેલા જ તેમના લગ્ન થયા હતા. તેઓ હનીમુન માટે યુરોપ જવાના હતા,પરંતુ વિઝા ન મળતા તેઓ જમ્મુ-કાશ્મીર આવ્યાં હતા અને આતંકવાદીઓએ વિનય નરવાલની હત્યા કરી નાખી હતી.