+

આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ

સેનાના સાહસને સલામ કરવા આદમપુર એરબેઝ પહોંચ્યાં પીએમ મોદી, પાકિસ્તાનના હળાહળ જૂઠનો કર્યો પર્દાફાશ આદમપુરઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પહેલગામ હુલમાનો બદલો લીધો હતો. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ વડા

સેનાના સાહસને સલામ કરવા આદમપુર એરબેઝ પહોંચ્યાં પીએમ મોદી, પાકિસ્તાનના હળાહળ જૂઠનો કર્યો પર્દાફાશ

આદમપુરઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પહેલગામ હુલમાનો બદલો લીધો હતો. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યાં હતા. અહીં તેમણે સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાને આ એરબેઝને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો હતો. જો કે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 11 મેની પ્રેસ કોન્ફરન્સમાં જ આ દાવાનું ખંડન કર્યું હતું અને હવે વડાપ્રધાન અહીં પહોંચ્યાં છે.

પીએમ મોદીએ અહીં પહોંચીને દુનિયા સમક્ષ પાકિસ્તાનના પ્રોપેગન્ડાને ખુલ્લો પાડ્યો છે. મોદીએ વાયુસેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી. દરમિયાન વાયુસેનાના જવાનોએ વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. આ મુલાકાતની ઘણી તસવીરો સામે આવી છે. જેમાં એક તસવીરમાં પીએમ મોદીની પાછળ ભારતીય લડાયક વિમાનની તસવીર દેખાઈ રહી છે અને તેના પર લખેલું છે- દુશ્મનોના પાઇલટ યોગ્ય રીતે કેમ સૂઈ શકતા નથી ?

પીએમ મોદી અને સશસ્ત્ર દળોના જવાનોએ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યાં હતા. સૌનો ઉત્સાહ એ વાત તરફ ઈશારો કરી રહ્યો હતો કે ઓપરેશન સિંદૂર 100 ટકા સફળ રહ્યું છે અને આપણી સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. આ મુલાકાતથી એક વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ કે જો વડાપ્રધાન મોદીનું વિમાન આ એરબેઝ પર ઉતરી શકે છે તો તેને એક ખરોચ પણ નથી આવી. આ મુલાકાતે પાકિસ્તાનના નાપાક ચહેરા અને જૂઠાણાની દુકાનને દુનિયા સમક્ષ લાવી દીધી છે.

અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો નહીં આપીએઃ પીએમ મોદી

બીજી તરફ પાકિસ્તાનને ચીમકી આપતા કહ્યું છે કે આતંકીઓની સામે અમે ગમે ત્યારે ઘરમાં ઘૂસીને ઓપરેશન કરી શકીએ છીએ, જો કોઇ ખોટી હલચલ કરી છે તો અમે ઘરમાં ઘૂસીને મારીશું, તેમને સીધી જ પાકિસ્તાનને ચેતવણી આપી છે.

 

facebook twitter