+

PM Kisan Yojana: ખેડૂતો માટે મોટો દિવસ, પીએમ મોદીએ જમા કર્યો 17મો હપ્તો- Gujarat Post

નવી દિલ્હીઃ દેશભરના કરોડો ખેડૂતો (big days for farmers) માટે આજે મોટો દિવસ છે. પીએમ મોદીએ (PM Modi) ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો (Rs 2000 installment) 17મો હપ્તો જમા કરી દીધો છે. વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ દેશભરના કરોડો ખેડૂતો (big days for farmers) માટે આજે મોટો દિવસ છે. પીએમ મોદીએ (PM Modi) ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો (Rs 2000 installment) 17મો હપ્તો જમા કરી દીધો છે. વડાપ્રધાન મોદી આજે લગભગ 4.30 વાગે વારણસી એરપોર્ટ પહોંચ્યાં હતા અને જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મિરઝામુદરમાં મહેંદીગંજ ગયા હતા, અહીં તેઓ કિસાન સંવાદ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યાં હતા અને ખેડૂતોને સંબોધિત કર્યા હતા.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana 17th Installment) હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 6 હજાર રૂપિયાની આ નાણાંકીય સહાય વાર્ષિક ત્રણ હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ 4 મહિનાના સમયમાં ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોની આવક વધારવા માટે શરૂ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter