સંસદમાં રાહુલ ગાંધી પર વરસી પડ્યાં મોદી, હિન્દુત્વ, સેના સહિતના મુદ્દે આપ્યો આ જોરદાર જવાબ- Gujarat Post

06:27 PM Jul 02, 2024 | gujaratpost

બાલિશ બુદ્ધિને કોણ સમજાવે, રાહુલ પર મોદીનો કટાક્ષ

રાહુલે નિષ્ફળતાનો વર્લ્ડરેકોર્ડ બનાવ્યોઃ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવને લઈને લોકસભાને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિના ભાષણ માટે આભાર વ્યક્ત કરવા માટે ગૃહમાં હાજર થયા છે. મોદીએ કહ્યું, જેઓ પહેલીવાર સાંસદ તરીકે અમારી વચ્ચે આવ્યાં છે, તેમાંથી કેટલાકે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમનું વર્તન અનુભવી સાંસદ જેવું હતું. તેમણે ગૃહનું ગૌરવ વધાર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે સફળ ચૂંટણી કરીને દેશે દુનિયાને બતાવી દીધું કે આ સૌથી મોટી ચૂંટણી હતી.

વડાપ્રધાને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું કારણ કે સતત જુઠ્ઠાણા ફેલાવવા છતાં તેમની હાર થઈ હતી. દેશની જનતાએ અમને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. જનતાએ ભારતીય જનતા પાર્ટીનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો. જનતાએ જોયું કે અમારું એકમાત્ર લક્ષ્ય ભારત પ્રથમ છે. તેમણે કહ્યું, અમારું એકમાત્ર લક્ષ્ય ઈન્ડિયા ફર્સ્ટ છે. અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર કામ કરે છે. આ વિચારને સર્વોપરી રાખીને અમે દેશની સેવા કરવાનો સંકલ્પ લીધો છે.

પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે ભારતના લોકો કેટલા પરિપક્વ છે. તેનું પરિણામ એ છે કે આજે ત્રીજી વખત હું તમારી સમક્ષ નમ્રતાપૂર્વક તમારી સેવા કરવા ઉભો છું. તમે અમારી નીતિઓ જોઈ છે. અમારો ઈરાદો જોવા મળ્યો છે, દેશની જનતાએ તેના પર વિશ્વાસ કર્યો છે. જ્યારે દેશનો વિકાસ થાય છે ત્યારે કરોડો લોકોનો સંકલ્પ પૂરો થાય છે.

જ્યારે દેશનો વિકાસ થાય છે ત્યારે આવનારી પેઢીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે મજબૂત પાયો નાખવામાં આવે છે. આઝાદી પછી મારા દેશનો સામાન્ય નાગરિક આ વસ્તુઓ માટે તલપાપડ છે. જ્યારે ભારતનો વિકાસ થાય છે, ત્યારે ગામડાઓ અને શહેરોની સ્થિતિમાં પણ ઘણો સુધારો થાય છે. વિશ્વની વિકાસ યાત્રામાં ભારતના ગામડાઓ પણ યોગદાન આપશે. મોદીએ અગ્નિવીર પરના રાહુલના નિવેદન પર કહ્યું કે આ લોકો કયા દેશના દુશ્મનોનો ફાયદો કરાવવા માંગે છે તે જાણવું જોઇએ, મારા જવાનોને સેનામાં જતા અટકાવવાનું આ એક ષડયંત્ર છે, તેમને હિન્દુત્વ મુદ્દે પણ રાહુલની ઝાટકણી કાઢીને કહ્યું હતુ કે હિન્દુઓને હિંસક કહેવા દેશની કરોડો જનતાનું અપમાન છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526