+

PM મોદી આવશે બે દિવસની ગુજરાત મુલાકાતે, રાજકોટમાં રોડ શો અને અમદાવાદમાં પતંગોત્સવનો કરાવશે પ્રારંભ

અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં જર્મનીના ચાન્સેલર રહેશે ઉપસ્થિત રાજકોટ: જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. રાજક

અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં જર્મનીના ચાન્સેલર રહેશે ઉપસ્થિત

રાજકોટ: જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે 11 અને 12 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પ્રભારી મંત્રી વાઘાણીએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ બપોરે રાજકોટ પધારશે. તેમના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાનનું સ્વદેશી થીમ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાનનો 1 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તેવી શક્યતા છે.

વડાપ્રધાન રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો વિધિવત પ્રારંભ કરાવશે. રાજકોટના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન 12મી જાન્યુઆરીએ અમદાવાદના મહેમાન બનશે. 2મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો વડાપ્રધાન પ્રારંભ કરાવશે.

ખાસ બાબત એ છે કે આ પતંગોત્સવ દરમિયાન જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ તબક્કે વડાપ્રધાન મોદી અને જર્મનીના ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થવાની પણ શક્યતા છે.

વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાતને પગલે રાજકોટ અને અમદાવાદના વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રીજનલ વાઈબ્રન્ટ સમિટ અને કાઈટ ફેસ્ટિવલ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યાં છે.

facebook twitter