+

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post

અમદાવાદઃ મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈનું ઐતિહાસિક બિલ લાવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવી રહ્યાં છે, જે

અમદાવાદઃ મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈનું ઐતિહાસિક બિલ લાવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવી રહ્યાં છે, જેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

તેઓ 26 સપ્ટેમ્બરે સાંજે 6.00 કલાકે ગુજરાત આવી પહોંચશે. બીજા દિવસે સવારે 10 કલાકે તેમનો કાર્યક્રમ શરૂ થશે. સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે.જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે. અહીથી તેઓ સીધા બોડેલી પહોંચશે. જ્યાં 450 કરોડ રૂપિયાના કામોનુ લોકાર્પણ કરશે. બાદમાં તેઓ બપોરે 2 વાગ્યે વડોદરા પહોંચશે.

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે ત્યારે પીએમ મોદી પણ આ પ્રવાસની સાથે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે. 26મીએ રાત્રે તેઓ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો સાથે ચૂંટણી અંગે કોઈ મંત્ર આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter