નવી દિલ્હી: લોકસભામાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત બિલ) પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકારણમાં મહિલાઓની બદલાતી અને વધતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ પરિવર્તનના સાક્ષી બની રહ્યા છીએ.
પીએમ મોદીએ જણાવ્યું કે આ ચર્ચાના સકારાત્મક પરિણામો આવનારા સમયમાં દેશની દિશા અને વિકાસ નક્કી કરશે. તેમણે સ્વીકાર્યું કે આ કદમ અગાઉ પણ ઉઠાવી શકાયું હોત, પરંતુ હવે જે તક મળી છે તે અત્યંત મહત્વની છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં મહિલાઓએ પાયાના સ્તરે પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી છે. હવે મહિલાઓ માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ તેઓ નીતિ નિર્ધારણ અને મોટા નિર્ણયોમાં પણ પોતાનો પ્રભાવ પાડવા તૈયાર છે.
#WATCH | Speaking in Lok Sabha on women's reservation and delimitation, Prime Minister Narendra Modi says, "I would like to say something lighter. Everyone has their own political reasons, and the fear of defeat is a bit shocking. But in our country, whenever any auspicious event… pic.twitter.com/n97SCTbiYr
— ANI (@ANI) April 16, 2026
પ્રધાનમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે લોકો રાજકારણમાં આગળ વધવા માંગે છે, તેમણે આ પરિવર્તનને સમજવું પડશે. મહિલાઓની ભાગીદારીને હવે નજરઅંદાજ કરવી અશક્ય છે. તેમણે ઉમેર્યું કે, જેઓ આ પરિવર્તનનો વિરોધ કરશે, તેમને ભવિષ્યમાં તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
આ ઉપરાંત તેમણે કહ્યું દેશમાં ઉભરી રહેલી મહિલા નેતૃત્વ શક્તિને સ્વીકારવી એ જ સાચી રાજકીય દૂરંદેશી છે. પાયાના સ્તરેથી તૈયાર થઈ રહેલા મહિલા નેતૃત્વને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યની રણનીતિઓ ઘડવી પડશે.