પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ધાર્મિક નેતાઓ સહિત કુલ 200 મહાનુભાવો હાજર રહ્યાં
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યં હતા. મોરેશિયસમાં પોર્ટ લુઇસ ખાતે પીએમ મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામ સહિત ટોચની હસ્તીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ નવીને મોદીનું માળા પહેરાવીને, ગળે લગાવીને સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નવીન રામગુલામ સાથે નાયબ વડાપ્રધાન, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા, વિદેશ મંત્રી, કેબિનેટ સચિવ, ગ્રાન્ડ પોર્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ અને અન્ય ઘણા લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા માટે હાજર રહ્યાં હતા, ઉપરાંત ધાર્મિક નેતાઓ સહિત કુલ 200 મહાનુભાવો હાજર રહ્યાં હતા. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે ટાપુ રાષ્ટ્રના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને દેશના ટોચના નેતૃત્વ સાથે બેઠકો કરશે.
ભવ્ય સ્વાગત પછી, વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, 'હું મોરેશિયસ પહોંચી ગયો છું.' એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ હું મારા મિત્ર વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામનો આભારી છું. આ મુલાકાત એક મૂલ્યવાન મિત્રને મળવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગના નવા રસ્તાઓ શોધવાની એક શ્રેષ્ઠ તક છે. આજે હું રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલ અને વડાપ્રધાન રામગુલામને મળીશ અને સાંજે એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કરીશ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++