વડાપ્રધાન મોદી ગીરની મુલાકાતે, જંગલ સફારીમાં જઇને સિંહોના ફોટો ખેંચ્યાં, જીપ્સીમાંથી કેસૂડાં પણ તોડ્યાં

09:32 AM Mar 04, 2025 | gujaratpost

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ

રાજકોટથી દિલ્હી જવા રવાના થશે પીએમ મોદી

ચાર દિવસ બાદ ફરી પીએમ મોદી આવશે ગુજરાત

Trending :

સાસણઃ વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. વહેલી સવારે તેમણે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યાં હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જીપ્સીમાં વડાપ્રધાને સિંહ દર્શન કર્યા હતા. જીપ્સીમાંથી તેમણે કેસૂડા પણ તોડ્યાં હતા. મોદીએ ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે.

સિંહ દર્શન બાદ હવે વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. થોડીવારમાં વર્લ્ડ વાઈડ લાઈફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. જેમાં 2,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લાયન પર વાતચીત થઈ શકે છે.

રવિવારે સાંજે પીએમ મોદી સોમનાથ પહોંચ્યાં હતા. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાની પૂજા કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. આ પહેલા તેમણે રિલાયન્સના વનતારામાં ચારથી પાંચ કલાકનો સમય વિતાવ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++