PM Narendra Modi G-7 Summit: વડાપ્રધાન મોદી જી-7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચી ગયા છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમનું સ્વાગત કરવા બ્રિન્ડિસી એરપોર્ટ પર પહોંચ્યાં હતા. ઈટાલીના બ્રિન્ડિસી એરપોર્ટ પર પહોંચતાની સાથે જ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હું G7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યો છું. અનેક ચર્ચાઓ માટે વિશ્વના નેતાઓ સાથે મુલાકાત માટે આતુર છીએ. G7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. ઇટાલી હાલમાં G7 સમિટની અધ્યક્ષતા અને હોસ્ટિંગ કરી રહ્યું છે.
Landed in Italy to take part in the G7 Summit. Looking forward to engaging in productive discussions with world leaders. Together, we aim to address global challenges and foster international cooperation for a brighter future. pic.twitter.com/muXi30p4Bj
— Narendra Modi (@narendramodi) June 13, 2024
ધ્યેય વૈશ્વિક પડકારોને હલ કરવાનો છે
G7 સમિટમાં મોદી ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુએસ પ્રમુખ જો બાઇડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહિત વિશ્વના ઘણા નેતાઓને મળશે. ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે, અમારો ઉદ્દેશ વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
આ સમિટ 15 જૂન સુધી ચાલશે
ઇટાલીના અપુલિયા પ્રદેશમાં બોર્ગો એગ્નાઝિયાના વૈભવી રિસોર્ટમાં 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં યુક્રેનમાં યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષનો દબદબો હોવાની અપેક્ષા છે. સમિટ માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેઓ તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર ઈટાલી જઈ રહ્યાં છે.
મોદીએ કહ્યું, આઉટરીચ સત્રમાં ચર્ચાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ભારતની અધ્યક્ષતામાં G20 સમિટના પરિણામો અને આગામી G7 સમિટ વચ્ચે વધુ તાલમેલ લાવવાની અને વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવાની તક હશે.
ભારત અને ઇટાલી વચ્ચે સહકારમાં વધારો
G7 બેઠકની સાથે સાથે PM મોદી ઈટાલીના વડાપ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વડાપ્રધાને કહ્યું કે, વડાપ્રધાન મેલોનીની ગયા વર્ષે ભારતની બે મુલાકાતોએ અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને ગતિ અને ઊંડાણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. વડા પ્રધાન સમિટની બાજુમાં ઘણી દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી શક્યતા છે.
PM મોદીનું 14મી જૂન એટલે કે આજેનું શેડ્યૂલ નીચે મુજબ છે (સમય ઈટાલીના સ્થાનિક સમય પ્રમાણે છે)
- 10:45-11:10: ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત
- 11:10-11:30: યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાતચીત
- 13:30: બોર્ગો ઈમેન્ઝા ખાતે આગમન, G7 સમિટ સ્થળ
- 13:45: ઇટાલિયન પીએમ સાથે સ્વાગત ફોટો સેશન
- 14:00-17:30: G7 આઉટરીચ સત્ર
- 17:30-17:45: ફોટો સેશન
- 17:50-18:15: જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત
- 18:40-19:30: ખાસ બેઠક
- 19:30-19:55: જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત
- 20:30-21:30: ઇટાલીના પીએમ મેલોની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ડિનરનું આયોજન કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/