+

ભારતના ઓપરેશન સિંદૂરમાં આ 5 ખૂંખાર આતંકીઓ માર્યા ગયા, નામ આવ્યાં સામે - Gujarat Post

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા 7 મેના રોજ પાકિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ એરસ્ટ્રાઈકમાં આતંકી મોહમ્મદ યુસુફ અઝહર, મુદસ્સર ખાડિયાન, હા

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા 7 મેના રોજ પાકિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ એરસ્ટ્રાઈકમાં આતંકી મોહમ્મદ યુસુફ અઝહર, મુદસ્સર ખાડિયાન, હાફિઝ મોહમ્મદ જમીલ, મોહમ્મદ ખાલિદ અને મોહમ્મદ હસન માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. ભારતના આ હવાઈ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો છે, આ કાર્યવાહીમાં ઘણા મોટા આતંકવાદી લોન્ચ પેડ અને આતંકવાદી ઠેકાણાઓનો પણ નાશ કરવામાં આવ્યો છે.

ભારતીય હવાઈ હુમલામાં માર્યા ગયેલા આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓ હાજર હતા. જેનો એક વિડિયો પણ વાયરલ થયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યાં હતા.પાકિસ્તાને મોડી રાત્રે ફતહ મિસાઇલનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જેને સિરસા નજીક ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter