+

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકવા માટે સંમત થઇ ગયા છે

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ચાલેલી લાંબી ચર્ચા બાદ બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી હતી.

આતંકવાદી હુમલાઓને યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે

દરમિયાન, ભારત સરકારે આજે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધનો ગુનો ગણાશે. એટલે કે તેને ભારત સામેનું યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકાર આતંક ફેલાવતા દુશ્મન દેશને યુદ્ધ જેવો જવાબ આપશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter