કેવડિયાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ- કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે. મોદીએ કહ્યું કે ઓમર અબ્દુલ્લાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત તમામ ભારતીયોને દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે. ઓમર અબ્દુલ્લા એક પ્રવાસન કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યાં હતા.
કાશ્મીરથી કેવડિયા...
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, કાશ્મીરથી કેવડિયા. ઓમર અબ્દુલ્લાજીને સાબરમતી રિવરફ્રન્ટ પર દોડનો આનંદ માણ્યો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા જોઈને આનંદ થયો. તેમની મુલાકાત એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને આપણા સાથી ભારતીયોને ભારતના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે.
Kashmir to Kevadia!
— Narendra Modi (@narendramodi) July 31, 2025
Good to see Shri Omar Abdullah Ji enjoying his run at the Sabarmati Riverfront and visiting the Statue of Unity. His visit to SoU gives an important message of unity and will inspire our fellow Indians to travel to different parts of India. @OmarAbdullah https://t.co/MPFL3Us4ak pic.twitter.com/bLfjhC3024
સીએમ અબ્દુલ્લાએ સાબરમતી રિવરફ્રન્ટ પર દોડ લગાવી
અગાઉ, જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લાએ પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ પર તેમની સવારની દોડની તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સૌથી સુંદર સ્થળોમાંનું એક છે જ્યાં હું દોડી શક્યો છું અને તે બીજા ઘણા હાઇકર્સ/દોડવીરો સાથે શેર કરવાનો આનંદ છે. હું અટલ ફૂટ બ્રિજ પરથી પણ દોડ લગાવી હતી.
જાણો- સીએમ ઓમર અબ્દુલ્લાએ બીજું શું કહ્યું ?
એકતા નગરમાં ડેમની દિવાલ પર ઉભા રહીને મીડિયા સાથે વાત કરતા અબ્દુલ્લાએ કહ્યું કે તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે આ બે રચનાઓ આટલી પ્રભાવશાળી હશે.
આ બંને સ્થાપત્યો ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. આ સ્થાપત્યો નવા ભારતનું પ્રતિક છે. જરા વિચારો કે આ બંધે કચ્છ જેવા સૂકા વિસ્તારોને પાણી પૂરું પાડવામાં કેટલી મદદ કરી. આ પ્રોજેક્ટને કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
અમે એટલા નસીબદાર નથી - અબ્દુલ્લા
સીએમ અબ્દુલ્લાએ કહ્યું, અમે (જમ્મુ અને કાશ્મીરના લોકો) એટલા નસીબદાર નથી, કારણ કે અમે આવા પ્રોજેક્ટ્સની કલ્પના પણ કરી શકતા નથી. કારણ કે અમને નદીનું પાણી રોકવાની મંજૂરી ન હતી. હવે જ્યારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી છે, ત્યારે અમને આશાનું કિરણ દેખાય છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત છે. તે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે, જેમણે ભારતના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/