+

રાજ્યના આ 3 ગામોમાં એક પણ વોટ ન પડ્યો, લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર

(FILE PHOTO) અમદાવાદઃ રાજ્યના ત્રણ ગામોના લગભગ એક હજાર મતદારોએ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જ્યારે અન્ય કેટલાક ગામોના લોકોએ સરકાર પાસેથી તેમની અધૂરી માંગણીઓને કારણે મતદાન કર્યું ન હ

(FILE PHOTO)

અમદાવાદઃ રાજ્યના ત્રણ ગામોના લગભગ એક હજાર મતદારોએ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જ્યારે અન્ય કેટલાક ગામોના લોકોએ સરકાર પાસેથી તેમની અધૂરી માંગણીઓને કારણે મતદાન કર્યું ન હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ભરૂચ જિલ્લાના કેસર ગામ, સુરત જિલ્લાના સંધરા અને બનાસકાંઠા જિલ્લાના ભાકરી ગામના મતદારોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના ભાટગામ અને મહીસાગર જિલ્લાના બોડોલી અને કુંજરા ગામના મતદારોએ આંશિક રીતે બહિષ્કાર કર્યો હતો.

અધિકારીઓ સમજાવતા રહ્યાં પણ કોઈએ મત આપ્યો નહીં

સંધરા ગામ બારડોલી લોકસભા બેઠક હેઠળ આવે છે, તેમાં 320 મતદારો છે. ચૂંટણી પંચના અહેવાલ મુજબ સ્થાનિક ચૂંટણી પ્રશાસન અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ તેમને બહાર આવવા અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં 320 મતદારોમાંથી કોઈએ પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને પોતાનો મત આપ્યો નથી.

ભાજપના ઉમેદવારોને સમજાવવા ગયા હતા

પાટણ સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા ભાખરી ગામના 300 મતદારોએ પણ તેમની ગ્રામ પંચાયતના વિભાજનના વિરોધમાં સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. સમજાવવા છતાં તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ ન કરવાના નિર્ણય પર અડગ રહ્યાં હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ ગામમાં પહોંચ્યાં હતા. તેમને મતદાન પ્રક્રિયામાં જોડાવા વિનંતી કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ભરૂચ જિલ્લાના કેસર ગામમાં પણ 350 જેટલા મતદારો મતદાન ન કરવાના તેમના નિર્ણય પર અડગ રહ્યાં અને દિવસના અંત સુધી એક પણ મત પડ્યો ન હતો.

ગુજરાતમાં લોકસભાની કુલ 26માંથી 25 બેઠકો માટે મંગળવારે એક જ તબક્કામાં મતદાન થયું હતું. મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter