+

લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર ભીંસાયો ગાળિયો, રૂ. 10 લાખનું ઈનામ કરવામાં આવ્યું જાહેર- Gujarat Post

અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 થી વધુ ગુનાહિત કેસ નવી દિલ્હીઃ મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ફરી એક વખત ચર્ચામાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ

અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 થી વધુ ગુનાહિત કેસ

નવી દિલ્હીઃ મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ફરી એક વખત ચર્ચામાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. એનસીપી અજીત પવાર પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની સાથે એક્ટર સલમાન ખાનના નિવાસ સ્થાને ફાયરિંગની ઘટનામાં તેની ભૂમિકા સામે આવી છે. 2022માં નોંધાયેલા NIAના બે કેસમાં તેની સામે ચાર્જશીટ કરવામાં આવી છે.

અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તેના પર સ્નેપચેટ દ્વારા બાબા સિદ્દીકી શૂટર્સના સંપર્કમાં હોવાનો અને સ્નેપચેટ પર શૂટર્સને બાબા સિદ્દીકી અને જીશાનના ફોટા મોકલીને શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. અનમોલ બિશ્નોઈ હાલમાં અમેરિકામાં રહે છે અને લોરેન્સની ગેંગ ચલાવે છે. તે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે મળીને ગેંગને ઓપરેટ કરી રહ્યો છે.

અનમોલ બિશ્નોઈ જોધપુર જેલમાંથી 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત થયો હતો. છૂટ્યા બાદ તે નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં સલમાનની બાલ્કનીમાં થયેલા ફાયરિંગ કેસની જવાબદારી અનમોલ બિશ્નોઈએ લીધી હતી.

અનમોલનું સાચું નામ ભાનુ છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં અનમોલ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. વિદેશમાં બેસીને તેણે ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા સાથે મળીને સિદ્ધુ મૂસેવાલાની હત્યાની સંપૂર્ણ યોજના બનાવી હોવાનું કહેવાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter