+

દિલ્હીમાંથી પકડાયેલા 2,000 કરોડના કોકેનના તાર દુબઈ સુધી, માસ્ટર માઈન્ડનું છે રાજકીય કનેકશન- Gujarat Post

અંદાજે 562 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો National News: દિલ્હી પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, અત્યાર સુધીના ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. પોલી

અંદાજે 562 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

National News: દિલ્હી પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, અત્યાર સુધીના ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. પોલીસે 2 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતનું કોકેઈન જપ્ત કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. માસ્ટરમાઇન્ડ દિલ્હીમાં બે મોટા પબ્લિકેશન હાઉસ પણ ધરાવે છે. તેમનું રાજકીય કનેકશન પણ સામે આવ્યું છે.

આ કોકેઈનકાંડના તાર દુબઈ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. દુબઈ ડી કંપનીનો સેફ ઝોન છે, એજન્સીઓ દવાઓની ખરીદી અને વેચાણથી સારી રીતે વાકેફ છે. આવી સ્થિતિમાં સ્પેશિયલ સેલ 2000 કરોડ રૂપિયાના આ કોકેઈનને ડી કંપની અને દુબઈ સાથે જોડવાના એંગલ પર પૂછપરછ કરી રહી છે. આ ડ્રગ્સનું મુંબઈ કનેક્શન સૌથી મહત્વનું છે. આખરે, મુંબઈમાં કોણ હતું અને કયા હાઈપ્રોફાઈલ લોકોને આ કોકેઈન સપ્લાય કરવાનું હતુ, તેની તપાસ થઈ રહી છે.

માસ્ટરમાઇન્ડનું રાજકીય કનેકશન

તુષાર ગોયલ 2022 સુધી દિલ્હી પ્રદેશ કોંગ્રેસના RTI સેલનો અધ્યક્ષ હતો

કોંગ્રેસના અનેક નેતાઓ સાથેના તેના ફોટા સામે આવ્યાં

આરોપીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર લખ્યું છે- RTI સેલ અધ્યક્ષ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ

તેણે સોશિયલ મીડિયા પર દિગ્ગી ગોયલ નામથી પ્રોફાઇલ બનાવી છે

માસ્ટરમાઇન્ડ તુષાર ગોયલે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે વર્ષ 2022માં દિલ્હી કોંગ્રેસના RTI સેલનો વડો હતો

ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિંગપિન, ચીફ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તુષાર ગોયલનો સમાવેશ થાય છે, જે દિલ્હીના વસંત વિહારનો રહેવાસી છે. તેના દિલ્હીમાં બે પબ્લિકેશન હાઉસ છે. તુષારે 2003માં આઈપી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ,2008માં લગ્ન બાદ દુબઈના એક ડ્રગ્સ સિન્ડિકેટના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે તેના સાથીઓ ઔરંગઝેબ અને હિમાંશુની પણ ધરપકડ કરી છે. હિમાંશુ પહેલા બાઉંસર હતો જ્યારે તુષારન ડ્રાઇવર ઔરંગઝેબ યુપીના દેવરિયાનો રહેવાસી છે. ચોથા આરોપીનું નામ ભરત જૈન છે. જૈન મુંબઈથી કોકેઇન દિલ્હી લાવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter