+

Crime News: યુવતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, બ્યુટિપાર્લર સંચાલિકાએ બીકિની વેક્સ વખતે ગુપચુપ નગ્ન ફોટો પાડ્યાં, કથિત DSPએ બળાત્કાર કર્યો

(demo pic) Surat Crime News: સુરત હવે ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેરમાં નેઇલ આર્ટ સીખવા આવતી અમદાવાદની 23 વર્ષીય યુવતિને મફત બીકિની વેક્સ કરી આપવાની ઓફર કરીને બ્યુટિપાર્લર સંચાલિકાએ

(demo pic)

Surat Crime News: સુરત હવે ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેરમાં નેઇલ આર્ટ સીખવા આવતી અમદાવાદની 23 વર્ષીય યુવતિને મફત બીકિની વેક્સ કરી આપવાની ઓફર કરીને બ્યુટિપાર્લર સંચાલિકાએ ગુપચુપ ન્યૂડ ફોટા પાડી લીધા હતા. જે બાદ કથિત ડીએસપી પાસે બળાત્કાર કરાવ્યો હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. જેની ઉપર આરોપ છે તે બ્યુટિપાર્લર સંચાલિકા અન્ડરગ્રાઉન્ડ થઈ જતાં કથિત પોલીસ અધિકારીની સંડોવાણીને લઈ તર્ક વિતર્ક શરૂ થયા છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં મુજબ, અમરેલીની વતની અને હાલ અમદાવાદના બાવળામાં ખાનગી કંપનીમાં નોકરી કરતી 23 વર્ષીય યુવતિએ ચોકબજાર પોલીસ મથકે પહોંચીને બળાત્કારનો ભોગ બની હોવાનું જણાવ્યું હતું. જેથી પીઆઈ પણ ચોંકી ઉઠ્યાં હતા. યુવતિની ફરિયાદ પ્રમાણે, 18 સપ્ટેમ્બરે કંપનીના કામ માટે સુરત આવી પાંચ દિવસ એક ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. તે નેઇલ આર્ટ શીખવા માંગતી હોવાથી ઓનલાઇન સર્ચ કરીને કોઝ વે રોડના શણગાર બ્યુટિપાર્લરમાં ગઈ હતી અને સંચાલિકાને મળી હતી. નેઇલ આર્ટ શીખવાના પાંચ દિવસના કોર્સના 15 હજાર નક્કી કર્યાં હતા.

જેના પ્રથમ દિવસે 10 હજાર અને બીજા દિવસે 5 હજાર રૂપિયા આપ્યાં હતા. ત્રીજા દિવસે રજા રાખી હતી અને ચોથા દિવસે પાર્લર પર પહોંચેલી યુવતિને ચહેરા પર ટેનિંગ દુર કરવાના 400 રૂપિયા કહ્યાં હતા અને બદલામાં બીકિની વેક્સ મફત કરી આપવાની ઓફર કરી હતી. પાંચમા દિવસે રવિવાર હોવાથી તે પાર્લરમાં નહીં જતાં સંચાલિકાએ તેને ઘરે આવવા જણાવ્યું હતું. જ્યાં જવાનો ઈન્કાર કરતાં સંચાલિકાએ અગાઉ બીકીની વેક્સ દરમિયાન પાડેલા નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી તે સંચાલિકાના ઘરે પહોંચી ત્યારે તેને બેડરૂમમાં જવા કહ્યું હતું. અહીં એક આધેડ હાજર હતો. જેણે તેની ઓળખ ડીએસપી તરીકે આપી હતી. આ શખ્સે બળાત્કાર કર્યો ત્યારે સંચાલિકા બેડરૂમમાં જ ખુરશી પર બેઠી હોવાનો આક્ષેપ યુવતિએ કર્યો હતો. હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter