કોંગ્રેસ સાંસદના ઘરમાંથી મળ્યો રૂપિયાનો ઢગલો..એફિડેવિટમાં માત્ર રૂ. 27 લાખ બતાવ્યાં હતા, ઘરમાંથી મળ્યાં રૂ.230 કરોડ- Gujarat Post

01:03 PM Dec 09, 2023 | gujaratpost

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ હાલ ચર્ચામાં છે. તેમના ઘર અને અન્ય ઠેકાણાંઓ પરથી એટલી મોટી રોકડ મળી છે કે ત્રણ દિવસ બાદ પણ ગણતરી પૂરી નથી થઈ. આજે નોટોની ગણતરી પૂરી થાય તેમ લાગી રહ્યું છે.પોતાના નેતાના બચાવમાં કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સાહુનો કોરોડો રૂપિયાનો પોતાનો બિઝનેસ છે.

સાહૂ પરિવાર દારૂના ધંધા સાથે જોડાયેલો છે

વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે પરિવાર

અખૂટ ધનસંપત્તિના માલિક સાહુ 2010થી કોંગ્રેસના ઝારખંડની રાજ્યસભા સાંસદ છે. તેમણા ઠેકાણાંઓ પર આવકવેરા વિભાગને અત્યાર સુધીમાં 230 કરોડથી વધુ રોકડા મળ્યાં છે પરંતુ ચૂંટણી પંચને રાજ્યસભા ચૂંટણી દરમિયાન આપેલી એફિડેવિટમાં ધીરજ સાહુએ 15 લાખ રૂપિયા રોકડા દર્શાવ્યાં હતા. જ્યારે તેમના પત્ની અને સંતાનો પાસે મળીને કુલ 27.50 લાખ રૂપિયા રોકડા હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમના પત્ની અને આશ્રિતોના ખાતામાં 8.60 કરોડ રૂપિયા જમા હતા.

ઈન્કમટેક્સ બાદ હવે ઈડી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ સામે કાર્યવાહી કરી શકે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, ઓડિશા ED ઝોનલ ઓફિસને ધીરજ અને સંબંધિત લિકર કંપનીઓ વિરુદ્ધ પ્રિડિકેટ ગુનાની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. એવી આશંકા છે કે છત્તીસગઢની ચૂંટણી બાદ આ પૈસા એક જગ્યાએ રાખવામાં આવ્યાં હતા. જો કે આ વાતની પુષ્ટિ થઈ નથી. એજન્સીઓ આ દિશામાં તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post