+

આતિશીએ દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ હાજર

પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા રહ્યાં હાજર શપથ પહેલા આતિશીએ કેજરીવાલ સહિત આપ નેતાઓ સાથે પડાવી તસવીર Delhi CM Swearing Ceremony  Updates: અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ આજે

પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા રહ્યાં હાજર

શપથ પહેલા આતિશીએ કેજરીવાલ સહિત આપ નેતાઓ સાથે પડાવી તસવીર

Delhi CM Swearing Ceremony  Updates: અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ રાજ નિવાસમાં યોજાયો હતો.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ શનિવારે રાજ નિવાસ ખાતે આયોજિત કાર્યક્રમમાં આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા, આ સાથે આતિશી દિલ્હીના ત્રીજી અને સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી બની ગયા છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડ્યાં પછી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

Trending :
facebook twitter