નર્મદાઃ એસીબીએ અશ્વિન રમણભાઇ વસાવા, અ.હે.કો. વર્ગ-3, ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન, હાલ રહે.5, ગરૂડેશ્વર પોલીસ લાઈન, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા મૂળ રહે.પંચાયત ફળીયુ, ઓડેલીયા, તા.તિલકવાડા, જી.નર્મદાને રૂપિયા 60 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.
ફરિયાદીના પુત્ર વિરૂદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો હતો, ગત 19 માર્ચના રોજ માકડખડા ખાતે ફરીયાદી અને તેમનો પુત્ર હાજર હતો, ત્યારે પોલીસકર્મીઓ આવ્યાં હતા અને તેમને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, તેમની અટકાયત કરી હતી.
ફરિયાદીના પુત્રને પોલીસે ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે રૂપિયા નહીં આપે તો બીજો ગુનો દાખલ કરવામાં આવશે.
પોલીસે આ કેસમાં એક નાવડી તથા એક બાઇક પણ કબ્જે કર્યું હતુ, અ.હે.કો.અશ્વિને ફરીયાદીના પુત્ર વિરૂધ્ધ બીજો ગુનો દાખલ નહીં કરવા, નાવડી અને બાઈક પરત આપવા 19 માર્ચના રોજ 2 લાખ રૂપિયાની લાંચ લઇ લીધી હતી, જેમાં આ ચલણી નોટોના ઉપરના ફોટો ફરિયાદીએ પાડી લીધા હતા. બાદમાં 70 હજાર રૂપિયા બીજા માંગવામાં આવ્યાં હતા. અંતે ફરિયાદીએ 60 હજાર રૂપિયા આપવાના નક્કિ કર્યાં હતા અને તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આરોપી પોલીસકર્મીને લાંચની રકમ સાથે જ તેના રૂમમાંથી ઝડપી લીધો હતો.
ટ્રેપિંગ અધિકારીઃ કે.એન.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર,છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે. છોટાઉદેપુર તથા સ્ટાફ.
સુપર વિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા,મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/