+

ત્યાગ વલ્લભ સ્વામીના ગોટાળા મામલે NSUI એ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ- Gujarat Post

રાજકોટઃ આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીના ગોટાળા મામલે NSUI મેદાનમાં આવ્યું છે.NSUI એ આત્મીય યુનિવર્સિટીને સરકાર હસ્તક લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ત્યાગ વલ્લભ સ્વામી વિરુ

રાજકોટઃ આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીના ગોટાળા મામલે NSUI મેદાનમાં આવ્યું છે.NSUI એ આત્મીય યુનિવર્સિટીને સરકાર હસ્તક લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ત્યાગ વલ્લભ સ્વામી વિરુદ્ધ કરોડો રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ થયો છે.

NSUI દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્ર મુજબ, આત્મીય યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ફી વસુલવામાં આવે છે. આત્મીય યુનિવર્સિટીમાં વર્ષોથી જમીન હેતુફેરને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને સરકાર હસ્તક કરવામાં આવે.

સોખડાના ત્યાગ વલ્લભ સ્વામીનું ઉર્ફે ટી.વી સ્વામીનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીએ વડોદરાના અસોજમાં પોતાનું જ બીજું નામ ધારણ કરી જમીન ખરીદી કરી છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદી કરી હતી. અલગ અલગ જમીનના દસ્તાવેજોમાં બંને નામો છે. વડોદરા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી. આસોજ,દશરથ,મોકસી અને સોખડા સહિતના ગામડાઓમાં જમીનો ખરીદી હતી. શિક્ષાપત્રી મુજબ કોઈ સાધુ જમીન ખરીદી શકે નહીં. જેથી આ મામલો સામે આવતા વિવાદ શરૂ થયો છે. સાથે જ આટલા રૂપિયા ક્યાંથી આવ્યાં તેની પણ તપાસની માંગ કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter