+

મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post

પી.ટી જાડેજા વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યાં છે ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રુપો અને સોશિયલ મીડિયામાં ઓડિયો થયો વાયરલ પી ટી જાડેજાએ ઓડિયોમાં ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર ગણાવી

પી.ટી જાડેજા વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યાં છે

ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રુપો અને સોશિયલ મીડિયામાં ઓડિયો થયો વાયરલ

પી ટી જાડેજાએ ઓડિયોમાં ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર ગણાવી

રાજકોટઃ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતુ, આ વિરોધમાં સતત સમાચારમાં રહેતા ક્ષત્રિય અગ્રણી પી ટી જાડેજાને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. તેમણે ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને બાદમાં વીડિયો દ્વારા કહ્યું કે હું રાજીનામું આપવાનો નથી, સમાજના હજારો યુવાનો મારા સમર્થનમાં છે.

પહેલા પીટી જાડેજાએ કહ્યું હતુ કે સંકલન સમિતિને હું ખુલ્લી પાડીશ. ટૂંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ સમાજ માટે કંઇ કર્યું નથી. જો કે બાદમાં તેઓએ ફેરવી તોડ્યું હતુ.

રૂપાલાને ભાજપે હટાવ્યાં નહીં અને તેઓ રાજકોટથી ચૂંટણી પણ લડ્યાં, જેથી ક્ષત્રિયો વધારે ગુસ્સામાં છે, પરંતુ હવે ભાજપ પણ તેની રણનીતિ મુજબ ક્ષત્રિયોના આંદોલનને તોડવામાં સફળ દેખાઇ રહી છે. સમિતિના નેતાઓ હવે અંદરો અંદર લડી રહ્યાં છે, થોડા દિવસ પહેલા પદ્મીની બા વાળા સામે પર સમાજની મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યાં હોવાના આરોપ લાગ્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter