+

મોરબીઃ સિરામિક ફેકટરીમાં GST વિભાગની રેડ, મોબાઈલ-લેપટોપ સહિત ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરાયા- Gujarat Post

મોરબીઃ દિવાળી બાદ ફરીથી જીએસટી વિભાગ સક્રિય થયું છે.  મોરબી લગધીરપુર રોડ પર આવેલા સોરિસો સિરામિક પર દરોડા પાડવામાં આવ્યાં છે. જીએસટીના અધિકારીઓને મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે, ડ

મોરબીઃ દિવાળી બાદ ફરીથી જીએસટી વિભાગ સક્રિય થયું છે.  મોરબી લગધીરપુર રોડ પર આવેલા સોરિસો સિરામિક પર દરોડા પાડવામાં આવ્યાં છે. જીએસટીના અધિકારીઓને મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે, ડિજિટલ પુરાવા પણ અધિકારીઓએ કબ્જે કર્યાં છે, મોબાઈલ, લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરાઇ છે. મોરબી સિરામિક ફેક્ટરી પર દરોડા પાડતા ઉદ્યોગકારોમાં ફફડાટ  ફેલાયો છે.

બીજી તરફ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નુરપુરા પાસે આવેલી પોલીકેબ વાયર પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા મુંબઈ વડોદરા સ્થિત કોર્પોરેટ ઓફિસ સહિત કંપનીના સંચાલકોના નિવાસસ્થાનો અને ડીલરોને ત્યાં આવકવેરા વિભાગની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યાં છે, જેમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવવાની શક્યતા છે. વડોદરા શહેરની જાણીતી કેબલ કંપની આર.આર કેબલમાં તાજેતરમાં જ આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા, તે બાદ ગણતરીના દિવસોમાં જ વધુ એક કેબલ કંપનીમાં દેશવ્યાપી દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આર.આર કેબલ કંપનીમાં દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બેનામી મિલકતો મળી આવી હતી.હવે પોલીકેબ કેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને ત્યાંથી પણ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવવાની શક્યતા છે. આ મેગા સર્ચ ઓપરેશન 3 થી 4 દિવસ સુધી ચાલશે તેમ માનવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter