+

સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 8મા માળ સુધીની ઘણી દુકાનો બળીને ખાખ

સુરતઃ  શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બહુમાળી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી આગ ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ અને આઠ

સુરતઃ  શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બહુમાળી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી આગ ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ અને આઠમા માળે પહોંચી ગઈ હતી, જેમાં ઘણી દુકાનો લપેટમાં આવી ગઈ હતી. આગના સમાચાર ફેલાતાં જ નજીકના વેપારીઓ અને સ્થાનિક લોકો ગભરાઈને બહાર નીકળી આવ્યાં હતા. 

ફાયર કંટ્રોલ રૂમને સવારે 7:14 વાગ્યે ઘટનાની માહિતી મળતા ડુંબાલ, માન દરવાજા અને ડિંડોલી ફાયર સ્ટેશનથી તાત્કાલિક વાહનો ઘટના સ્થળે મોકલવામાં આવ્યાં હતા. બજારના ઇલેક્ટ્રિકલ ડક્ટમાં ધૂમાડો ફેલાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. સુરત ફાયર બ્રિગેડે કુલ 22 ફાયર સ્ટેશનોમાંથી ટીમો અને વાહનો ઘટનાસ્થળે તૈનાત કર્યા હતા.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયરના જણાવ્યાં અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ત્રીજા, પાંચમા અને આઠમા માળે ફાયર ફાઇટરોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવી પડી હતી. 100 થી 125 અગ્નિશામકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને ઇમારતની અંદર પ્રવેશ કર્યો અને 3 કલાક સુધી સતત કામગીરી હાથ ધરી હતી, જેના પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. 

શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે આગનું કારણ ઇલેક્ટ્રિકલ વાયરીંગમાં શોર્ટ સર્કિટ હતું. મુખ્ય વીજ પુરવઠો બંધ ન થાય ત્યાં સુધી આગ વાયરિંગ દ્વારા ત્રણ થી ચાર માળ સુધી ફેલાઈ ગઈ હતી. દુકાનોમાં મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય સામગ્રીના કારણે ધુમાડો અને તીવ્ર આગ ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે હજુ સુધી આખી ઇમારતને સુરક્ષિત જાહેર કરી નથી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter