અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીથી ગળું કપાય જતા ચાર વર્ષના બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાજકોટ, પંચમહાલ, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે રાજ્યભરમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં ચાર વર્ષના કુણાલ પરમારનું પતંગની દોરીથી ગરદન કપાઈ જતાં લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. તે તેના પિતા સાથે બજારમાંથી પતંગ અને ફુગ્ગા ખરીદવા માટે બાઇક પર જઇ રહ્યો હતો. તે સમયે તેના ગળામાં ચાઇનીઝ દોરી વીંટાળાઇ જતા ઊંડો ઘા થઇ ગયો હતો. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મહેસાણા, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાઇ જતા એક-એક વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવાઓનું સંચાલન કરતી GVK EMRIએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર ઇમરજન્સી કેસ ગયા વર્ષની સરખામણીમાં વધ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી ઈમરજન્સી કૉલ્સની સંખ્યા 3,707 હતી, જ્યારે 2024માં તે જ દિવસે 3,362 કૉલ આવ્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++