+

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી ય

નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જ આવશે. ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે.

પેટાચૂંટણીની તારીખો પણ જાહેર

- યુપીમાં 13 નવેમ્બરે 9 સીટો પર પેટાચૂંટણી યોજાશે.

- ઉત્તરાખંડના કેદારનાથમાં 20 નવેમ્બરે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે

- વાયનાડમાં 13 નવેમ્બરે લોકસભા પેટાચૂંટણી યોજાશે

- ગુજરાતના વાવમાં 13 નવેમ્બરે વિધાનસભા માટે મતદાન થશે

- પેટાચૂંટણીનું પરિણામ પણ 23 નવેમ્બરે આવશે

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કેટલા મતદારો છે ?

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદારો હશે. અહીં 5 કરોડ પુરૂષ મતદારો છે. અહીં એક લાખ પોલિંગ બૂથ પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં દરેક બૂથ પર લગભગ 960 મતદારો હશે. મુંબઈમાં પોલિંગ બૂથ વધારવામાં આવ્યા છે.

ઝારખંડમાં 2 કરોડ 60 લાખ મતદારો છે. અહીં 1 કરોડ 31 લાખ પુરૂષ અને 1 કરોડ 29 લાખ મહિલા મતદારો છે. ઝારખંડમાં 29 હજાર 562 બૂથ પર મતદાન થશે. ઝારખંડમાં દરેક બૂથ પર 881 મતદારો હશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પર સૌની નજર

મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે 145 બેઠકો જરૂરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મળી હતી.

ઝારખંડમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ?

ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. છેલ્લી ચૂંટણીઓમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) 30 બેઠકો જીતી હતી અને ભાજપે 25 બેઠકો જીતી હતી, જ્યારે 26 બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી. જેએમએમ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter