ખુરાના બંધુઓ દ્વારા રાજ્યભરના બિલ્ડરોને કરોડો રૂપિયા ધીરવામાં આવ્યાં હોવાની વિગતો પણ મળી
વડોદરા, ગાંધીનગરના બિલ્ડરો પર પણ થઈ શકે છે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન (Gujarat lok sabha election voting) પૂર્ણ થયા બાદ ફરી સક્રિય થયેલા ઈન્કમ ટેક્સ (income tax) વિભાગે ગત શનિવારે માધવ ગ્રુપના (madhav group) ડિરેક્ટરોના ઘર અને ઓફિસે મળીને 30 જગ્યાઓએ (it raid) રેડ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા (digital data) અને દસ્તાવેજો, જુદી જુદી કંપનીઓના રજિસ્ટ્રેશનની વિગતો મળતા વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
માધવ ગ્રુપના સંચાલકો સાથે સંકળાયેલા અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના બિલ્ડરો સુધી પણ તપાસનો રેલો પહોંચશે, ખુરાના બંધુઓ દ્વારા બિલ્ડરોને કરોડો રૂપિયા ધીરવામાં આવ્યાં હોવાની વિગતો મળી છે.
માર્ચ મહિના બાદ અમદાવાદ, વડોદરા, રાજ્યના અન્ય બિલ્ડરોને કરોડો રૂપિયાનું ધીરાણ કરતા માધવ ગ્રુપના ખુરાના બંધુઓ પર આયકર વિભાગની વોચ હતી. તેમની તમામ ઓફિસ, કન્સ્ટ્રક્શન સાઇટ, સોલર પેનલને લગતી ફેક્ટરીઓ પર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ બાદ રેડ કરી હતી. પ્રથમ બે દિવસની તપાસમાં જ રૂપિયા 200 કરોડથી વધુના હિસાબી ગોટાળા સામે આવ્યાં હતા.ખુરાના બંધુઓ દ્વારા સંખ્યાબંધ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાયા હતા.
તેમના ડિજિટલ ડેટા અને અન્ય વ્યવહારોની વિગતો ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવતા તપાસ માટે ઇન્કમટેક્સના વધારે અધિકારીઓ જોડાયા છે. ચાર દિવસથી ચાલી રહેલા દરોડામાં 500 કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યાં છે. અધિકારીઓએ તમામ કંપનીઓની વિગતો તપાસવાની શરૂ કરી છે. જે બિલ્ડરોને ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવશે. જોકે કરચોરીનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526