નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલુું ડીપ ડિપ્રેશન ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. આ વાવાઝોડાને ચક્રવાત દાના નામ આપવામાં આવ્યું છે. જેને લઈને હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. આ તોફાન ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારને અસર કરશે. તોફાનને જોતા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરીને લોકોને જાગૃત કરાયા છેે. દાના વાવાઝોડાને કારણે ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના છે.વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
દેશના ઘણા રાજ્યોમાંથી ચોમાસું પાછું ખેંચી ગયું છે. વરસાદના અભાવે આ રાજ્યોમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે જેના કારણે આકરી ગરમી લોકોને પરેશાન કરી રહી છે. જો કે, ઘણા રાજ્યોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. આ રાજ્યોમાં દિવસ દરમિયાન સૂર્યના તેજના કારણે ગરમી વધી રહી છે ત્યારે સવારે અને સાંજે હળવા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરની હાલત પણ આવી જ છે. આ સિવાય પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ વરસાદી માહોલ છે.
બંગાળની ખાડીમાં, આંધ્ર પ્રદેશના એક કિનારે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે, બીજી તરફ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઊંડું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, જે મોટા ચક્રવાતનું રૂપ લઈ શકે છે. આ વાવાઝોડું ગમે ત્યારે દેશના કેટલાક રાજ્યોના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાને કારણે ગુરુવારે તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, આંતરિક કર્ણાટક અને દક્ષિણ તેલંગાણામાં મૂશળધાર વરસાદ થવાની સંભાવના છે. આથી હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/