ચપટી વગાડતા યુદ્ધ રોકાવનારાઓ ચપટી વગાડીને મોંઘવારી ઘટાડેઃ ધરમપુરમાં પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

05:40 PM Apr 27, 2024 | gujaratpost

પ્રિયંકા ગાંધીએ ભાજપ પર લગાવ્યાં ગંભીર આરોપ

પ્રિયંકા ગાંધીએ PMને ગણાવ્યાં મોંઘવારી મેન

ધરમપુરઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. ભાજપ પર બંધારણ બદલી નાખવાના આરોપ લગાવીને કહ્યું, શરૂઆતમાં ના પાડનારી ભાજપની નિયત બંધારણ બદલવાની છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે. લોકશાહી અને દેશની જનતાને ભાજપ દુર્બળ બનાવવા માગે છે

10 વર્ષમાં લોકશાહીને નિર્બળ બનાવવાનો પ્રયાસ  કરાયો છે. સ્વાયત સંસ્થાઓને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ મીડિયાને નિર્બળ બનાવવાનો આરોપ લગાવીન કહ્યું કે ટીવી પર દેખાતા દ્રશ્યો અને જમીની હકિકત અલગ છે. મોંઘવારી સહિતના મુદ્દાઓને પ્રાધાન્ય નથી આપવામાં આવતું. આજના દિવસે સૌથી વધુ બેરોજગારી આપણા દેશમાં છે. આદિવાસીઓના જમીન અને જંગલ છિનવાયા છે. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે. ત્યા આદિવાસીઓ પર અત્યાચારો થયા છે. આપણા લોકસભાના ઉમેદવાર અનંત પટેલ સંઘર્ષ સાથે આગળ વધી રહ્યાં છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

પ્રિયંકા ગાંધીએ કહ્યું વાપી સહિતના વિસ્તારોમાં ભારે પ્રદુષણ છે. વલસાડના અનેક વિસ્તારો અવિકસિત છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની સુવિધા નથી. માછીમારો માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી, કૉંગ્રેસની સરકાર બનશે તો માછીમારોના આઈકાર્ડ બનશે. કૉંગ્રેસની સરકાર બનશે તો સરકારી નોકરીઓ ઉભી કરાશે. યુવાનોને રોજગાર આપવાની કૉંગ્રેસની ગેરંટી છે. મનરેગા યોજના કૉંગ્રેસની સરકારે શરૂ કરી હતી, મનરેગા જેવી જ યોજના શહેરો માટે લવાશે. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરીને કાયમી સરકારી રોજગાર આપીશું.

પ્રિયંકા ગાંધીએ ગરીબી અને મોંઘવારીને પ્રચારનો મુદ્દો બનાવીને કહ્યું ચૂંટણી આવે છે ત્યારે જ ભાજપ ગરીબો માટે હમદર્દી કરે છે. નામ લીધા સિવાય પ્રિયંકાએ પીએમ મોદી પર પ્રહાર કર્યાં હતા અને કહ્યું  ચપટી વગાડતા યુદ્ધ રોકાવનારાઓ ચપટી વગાડીને મોંઘવારી ઘટાડે. સત્તા આવે ત્યારે ચમચાઓ આજુબાજુ આવી જાય છે. તેમ કરીને પ્રિયંકાએ મોદી અને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. નોંધનિય છે કે મોદીને કારણે રશિયાએ યુક્રેન પર હુમલાઓ ઓછા કરી દીધા હોવાના અનેક અહેવાલો ભાજપ તરફી મીડિયામાં છવાયા હતા. જે મામલે કોંગ્રેસે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post