લોકસભા ચૂંટણીઃ ભરૂચમાં વસાવા V/s વસાવાનો ત્રિપાંખિયો જંગ જામશે- Gujarat Post

12:08 PM Apr 10, 2024 | gujaratpost

મનસુખ વસાવા પહેલીવાર 1998માં જીત્યાં હતા ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ છે

ચૈતર વસાવાએ વિધાનસભા ચૂંટણી જીતીને આદિવાસી મતબેંકમાં ગાબડું પાડ્યું હતું

દિલીપ વસાવાની એન્ટ્રીથી આદિવાસી મતોનું વિભાજન થશે

ભરૂચઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. જે માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે. 20 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. રાજ્યમાં તમામની નજર રાજકોટ અને ભરૂચ સીટ પર છે. ભરૂચ સીટ પર ઘણા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી, જ્યારે ભાજપે આ બેઠક પર મનસુખ વસાવાને ફરી ટિકિટ આપી છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે. જેને લઈ આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.

મનસુખ વસાવા- ચૈતર વસાવા- દિલીપ વસાવા વચ્ચે જંગ 

આ બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબ્જો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યાં છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યાં હતા. ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. ત્યારે આ બેઠક જીતવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરવી જ પડશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post