નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની તમામ સીટો પર આજે વોટિંગ ચાલી રહ્યું છે. 12 વાગ્યા સુધીમાં સરેરાશ 27 ટકા જેટલું મતદાન થયું છે.બંગાળમાં સૌથી વધારે અને ઓડિશામાં સૌથી ઓછું મતદાન થયું છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનીતા કેજરીવાલે મતદાન કેન્દ્ર પર છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રાએ દિલ્હીના એક મતદાન મથક પર મતદાન કર્યું. સાથે જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મતદાન કર્યું હતું. રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા લોધી એસ્ટેટ સ્થિત અટલ આઈડીયલ સ્કૂલ પહોંચ્યાં હતા. મીરાયાએ પ્રથમ વખત મતદાર કર્યું છે. વોટ આપ્યાં બાદ મીરાયા વાડ્રાએ કહ્યું કે યુવાનોને મારો સંદેશ છે કે તમે ઘરની બહાર આવો અને મતદાન કરો. બદલાવ લાવવાની આપણી ફરજ છે. તેથી, આપણે આપણા ઘરની બહાર આવીને આપણો મત આપવો જોઈએ.
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સહિત અનેક દિગ્ગજોએ દિલ્હીમાં મતદાન કર્યું છે, નોંધનિય છે કે આગામી 4 જૂને ચૂંટણીઓના પરિણામ આવશે, ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પોતાની જીતના દાવા કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Lok Sabha Elections 2024: Congress leaders Sonia Gandhi, Rahul Gandhi (@RahulGandhi) and Priyanka Gandhi Vadra (@priyankagandhi) cast their vote in #Delhi, earlier today.#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/AMYRjKLjXS
— Press Trust of India (@PTI_News) May 25, 2024