માસૂમ બાળકીની હત્યાથી લોકોમાં જોરદાર આક્રોશ
દાહોદ ભાજપના સભ્યો પણ પીડિત પરિવારને મળવા ગયા નથી
Local News: દાહોદના તોરાણી ગામે શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયત્ન કર્યો અને પ્રતિકાર કરતી બાળાની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. પણ હજુ સુધી મુખ્યમંત્રીએ એક શબ્દ ઉચ્ચાર્યો નથી. રાજ્યના મંત્રીઓએ ફોટો પડાવવા માટે પણ એ કુમળી વયની બાળાના વાલીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કર્યો. દાહોદના ભાજપના સાંસદ પણ પરિવારને મળ્યાં નથી.
થોડા દિવસ પહેલા કોલકાતામાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મહિલા સુરક્ષા ઉપર તાકીદે પગલા લેવાની શિખામણ આપી હતી. બંગાળની ઘટના બાદ દેશવ્યાપી આંદોલનો થયા, ભાજપે મમતા બેનરજીના રાજીનામાં માટે કાગારોળ મચાવી પણ ગુજરાતની ઘટના સંદર્ભે સંવેદનશીલતા મરી પરવારી હોય તેમ લાગે છે.
દાહોદની આ ઘટનામાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ તેને કડક સજા થવી જોઇએ તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યાં છે, લોકોમાં આ ઘટના બાદ ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526