+

દહેગામના લિહોડા ગામ પાસે દિપડાના આંટાફેટા, ગામમાં ભયનો માહોલ- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર) ગાંધીનગરઃ દહેગામ તાલુકાના લિહોડા ગામ નજીક ગત સાંજે નદી કાંઠા વિસ્તારમાં દિપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમા

(પ્રતિકાત્મક તસવીર)

ગાંધીનગરઃ દહેગામ તાલુકાના લિહોડા ગામ નજીક ગત સાંજે નદી કાંઠા વિસ્તારમાં દિપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જો કે આ બનાવને લઇને બે વાત સામે આવી છે કોઈ દિપડો હોવાની તો કેટલાક લોકો અન્ય પ્રાણી હોવાની વાત કહી રહ્યાં છે.  

લિહોડા ગામ પાસે પસાર થતી મેશ્વો નદી નજીક ગત સાંજે એક વાહન ચાલકે દિપડા જેવું જંગલી પ્રાણી જોયું હતું. આ વિસ્તારમાં દિપડો દેખાયો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. ઘટનાની જાણ ગ્રામજનોને થતા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેને પગલે ટીમ દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગામ નજીક દિપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના જણાવ્યાં મુજબ નદીના પટમાં રેતમાં પંજાના નિશાન સ્પષ્ટ ન દેખાતા હોવાથી કયું પ્રાણી છે તે નક્કી થઈ શક્યું નથી. ટીમ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter