Latest Vadodara News: સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ભારતની મુલાકાતે છે. તેઓ વહેલી સવારે વડોદરા પહોંચ્યાં હતા. તેઓ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. સ્પેન પરત ફરતા પહેલા તેઓ મંગળવારે મુંબઈની મુલાકાતે પણ જવાના છે. સ્પેનના પીએમ સાંચેઝ વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘઘાટન કર્યુ છે.
બંને નેતાઓએ વડોદરા એરપોર્ટથી ટાટા પ્લાન્ટ સુધી લગભગ સાડા ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. તેમના રોડ શોને લઈને વડોદરાના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ તેમના રોડ શોના રૂટની બંને બાજુ લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યાં હતા. લોકો પોસ્ટર અને બેનરો, વિવિધ વેશભૂષા સાથે ઉભા જોવા મળ્યાં હતા.
C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ એ ભારતમાં લશ્કરી એરક્રાફ્ટ માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ એસેમ્બલી લાઇન છે. અધિકારીઓએ જણાવ્યું કે એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘઘાટન કર્યા પછી, પીએમ મોદી અને સાંચેઝ ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે, જે અગાઉના બરોડા રાજવી પરિવારનું નિવાસસ્થાન હતું. જ્યાં તેઓ લંચ પર દ્વિપક્ષીય બેઠક કરશે. લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધા બાદ મોદી અમરેલી જશે. જ્યાં બપોરે લગભગ 2.45 કલાકે તેઓ દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘઘાટન કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++