+

PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને રાજ્યને રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને રાજ્યને રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે.

પીએમઓએ માહિતી આપી

પીએમઓ અનુસાર, વડાપ્રધાન બુધવારે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. તેનો ઉદ્દેશ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને પ્રદેશમાં ટકાઉ વિકાસ પહેલને સમર્થન આપવાનો છે. સાંજે તેઓ 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષે કાર્યક્રમની થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ છે.

કાર્યક્રમમાં 653 તાલીમાર્થી અધિકારીઓ ભાગ લેશે

આ કાર્યક્રમમાં ભારતની 16 સિવિલ સેવાઓ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસના 653 અધિકારી તાલીમાર્થીઓ સામેલ થશે. પીએમ 31 ઓક્ટોબરના રોજ સવારે 7.15 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન એકતા દિવસની પ્રતિજ્ઞાનું સંચાલન કરશે અને એકતા દિવસની પરેડના સાક્ષી બનશે, જેમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને એક માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter