સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2 લોકોના મોત, 9 ઈજાગ્રસ્ત

10:10 AM Mar 19, 2026 | gujaratpost

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. એમ્બ્રોઈડરીના કારખાનામાં LPG ના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રચના સર્કલ પાસે આવેલા ભરતનગરમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 9 ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથધરી હતી. ત્રીજા માળે ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી 6 ગેસની બોટલો મળી આવતા તેને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. ઘટના જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથધરી છે.