કુવૈતમાં એક ઈમારતમાં ભયાનક આગ, 40 ભારતીયોનાં મોત, વિદેશ મંત્રી એસ. જયશંકરે દુઃખ વ્યક્ત કર્યુ

09:52 PM Jun 12, 2024 | gujaratpost

કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે, આ ભારતીયો ત્યાં કામ કરે છે

દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યાં

બેહરીનઃ કુવૈતમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 40 ભારતીયોનાં મોત થયા છે. દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં બુધવારે સવારે છ માળની ઇમારતમાં આગ લાગી હતી, અધિકારીઓએ જણાવ્યું કે જે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, ત્યાં 160 લોકો હાજર હતા અને તે બધા એક જ કંપનીમાં કામ કરે છે અને ઘણા મજૂરો ભારતના રહેવાસી હતા.

કુવૈતમાં ભારતીય દૂતાવાસે આ અંગે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. દૂતાવાસનું કહેવું છે કે આ આગમાં ભારતીયોના મોતની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર +965-65505246 પર સંપર્ક કરી શકાય છે. એમ્બેસી દ્વારા દરેક શક્ય મદદની જાહેરાત કરવામાં આવી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'કુવૈતમાં આગની ઘટનાથી હું દુઃખી છું. આ ઘટનામાં 40 લોકોનાં મોત અને 50 લોકો હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર છે. અમારા રાજદૂત ત્યાં સક્રિય છે અને ઘટના સ્થળે પહોંચ્યાં છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.' તેમણે આશા વ્યક્ત કરી કે જેઓ ઘાયલ થયા છે તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526