Kolkata law student gangrape: કોલકત્તાની 24 વર્ષીય લો કોલેજની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપ કેસના મેડિકલ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે. પીડિતાના શરીર પર બચકા ભર્યાના નિશાન અને તેના ગળા પર નખ મારવાના નિશાન છે. એ પણ પુષ્ટિ થઈ છે કે તેના પર બળજબરી સેક્સ કરવામાં આવ્યું હતું. પીડિતાએ કહ્યું, મનોજીત મને વોશરૂમમાં લઈ ગયો અને મને સેક્સ કરવા માટે દબાણ કરવા લાગ્યો. મેં તેને ધક્કો મારીને દૂર કર્યો અને કહ્યું કે હું આ કરી શકતી નથી. હું કોઈની સાથે રિલેશનશિપમાં છું, મારો એક બોયફ્રેન્ડ છે. પણ તે સંમત ન થયો અને મારા પર દબાણ કરતો રહ્યો. પછી મને ગભરાટનો હુમલો આવ્યો અને મારા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
આ ઘટના 25 જૂનની સાંજે બની હતી, જે લો કોલેજના કેમ્પસમાં બની હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ અને એક ગાર્ડ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા છે અને તેને ઝૈબ અહેમદ અને પ્રમિત મુખોપાધ્યાય નામના બે મિત્રોએ મદદ કરી હતી.
26 જૂનના રોજ, 24 વર્ષીય લોની વિદ્યાર્થીનીએ કોલકત્તાના કસ્બા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ કરી કે 25 જૂનની સાંજે કોલકત્તા લો કોલેજ કેમ્પસમાં તેના પર બળાત્કાર થયો હતો. તેને કોલેજના પૂર્વ વિદ્યાર્થી મનોજીત મિશ્રા અને અન્ય બે કોલેજ વિદ્યાર્થીઓ, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી પર આરોપ લગાવ્યો. પીડિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તે મનોજીત સાથે ગાર્ડ રૂમમાં હતી, ત્યારે ઝૈબ અને પ્રમિતે ગાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો. મનોજીતે ત્રણ કલાક સુધી મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાની ફરિયાદના 12 કલાકની અંદર, પોલીસે મનોજીત મિશ્રા અને તેના સાથીઓ - ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની ધરપકડ કરી હતી. પોલીસે આ બધા સામે ગેંગરેપની કલમ હેઠળ કેસ નોંધ્યો અને તેમને કોલકત્તાની અલીપોર કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટના આદેશ પર ત્રણેય આરોપીઓને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ, કોલેજના ગાર્ડ પિનાકીની પણ 28 જૂને ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. ફોરેન્સિક તપાસ માટે કોલેજ કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે.
પીડિતાએ નોંધાવેલી FIR મુજબ તે 25 જૂને બપોરે 12:05 વાગ્યે પરીક્ષા ફોર્મ ભરવા માટે કોલેજ ગઈ હતી. ફોર્મ ભર્યા પછી, તે અન્ય વિદ્યાર્થીઓ સાથે યુનિયન રૂમમાં બેઠી હતી. પછી મનોજીત અંદર આવ્યો, જે બિનસત્તાવાર રીતે કોલેજના TMCP યુનિટનો વડો છે અને દરેક તેની વાત સાંભળે છે. તે TMCPમાં દરેકને પોસ્ટ આપી રહ્યો હતો અને તેણે મને ગર્લ્સ સેક્રેટરીનું પોસ્ટ પણ આપી હતી.
વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, આ બધા પછી,જ્યારે કેટલીક વિદ્યાર્થીઓ સાંજે 4 વાગ્યે કોલેજ છોડવા લાગી, ત્યારે હું પણ ઘરે જવા માટે કેમ્પસ છોડી દીધી. હું કોલેજના મુખ્ય દ્વાર પર જનરલ સેક્રેટરીને મળી. પછી અમે યુનિયન રૂમની સામે બેઠા અને વાત શરૂ કરી. પછી મનોજીત બિસ્કિટનું પેકેટ લઈને પાછો આવ્યો અને મને TMCP યુનિટ વિશે વાત કરવા યુનિયન રૂમમાં લઈ ગયો.
પ્રમિત, મનોજીત અને ઝૈબ રૂમમાં મળ્યા. થોડા સમય પછી મનોજીતએ મને પૂછ્યું કે શું પ્રમિતે તને બધું સમજાવ્યું છે. મેં હા પાડી. મનોજીતએ ના કહ્યું, જોડાણ વિશે નહીં, પણ લગ્ન વિશે. ત્યારે જ તેને મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. મેં મનોજીતને કહ્યું કે મારો એક બોયફ્રેન્ડ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું તેની સાથે રિલેશનશિપમાં છું, હું તેને છોડી શકતી નથી. આ વાતચીત પછી અમે યુનિયન રૂમમાં ગયા.
આ પછી, સાંજે લગભગ 7:30 વાગ્યે, હું મારો સામાન લઈને રૂમ છોડવા લાગી, પછી મનોજીત મને રોકી અને તેણે ઝૈબ અને પ્રમિતને રૂમ છોડી જવાનો ઈશારો કર્યો. બંનેએ રૂમ બહારથી બંધ કરી દીધો. પછી મનોજીત મને વોશરૂમમાં લઈ ગયો અને મારા પર જબરદસ્તી કરવા લાગ્યો. મેં ના પાડી,પણ તેણે સાંભળ્યું નહીં. મને ગભરાટનો હુમલો આવ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, તેથી બહાર ઊભો રહેલો ઝૈબ ઇન્હેલર લઈને અંદર આવ્યો. ઇન્હેલર લીધા પછી મને સારું લાગ્યું અને હું બહાર આવી. પછી મેં જોયું કે તેણે મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. ગેટ પર ઉભેલા ગાર્ડે પણ મારી મદદ કરી નહીં.
પછી મનોજીતના કહેવા પર, ઝૈબ અને પ્રમીત મને બળજબરીથી ગાર્ડ રૂમમાં લઈ ગયા અને ગાર્ડને બહાર બેસવા કહ્યું. મનોજીત મારા પર બળાત્કાર કરવા લાગ્યો. જ્યારે મેં મારી જાતને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે મને બ્લેકમેલ કરી અને ધમકી આપી કે તે મારા બોયફ્રેન્ડને મારી નાખશે અને તે મારા માતા-પિતાની ધરપકડ કરાવશે. તેણે મને બળાત્કાર દરમિયાન બનાવેલા બે વીડિયો બતાવ્યા અને કહ્યું કે જો હું સહકાર નહીં આપું અથવા જ્યારે હું તને ફોન કરીશ ત્યારે નહીં આવું, તો તે બધાને વીડિયો બતાવશે.
મનોજીત મારા પર બળાત્કાર કરી રહ્યો હતો ત્યારે પ્રમીત અને ઝૈબ ઉભા રહીને જોઈ રહ્યાં હતા. મને માથામાં ગંભીર ઈજા થઈ હતી પણ તેણે મને છોડી નહીં. તેણે મને હોકી સ્ટીકથી મારવાનો પણ પ્રયાસ કર્યો. હું મારી જાતને લાશની જેમ છોડી દીધી. આ પછી, હું રાત્રે 10:50 વાગ્યે લાશની જેમ તે રૂમમાંથી બહાર આવી.
જ્યારે હું જવાની હતી, ત્યારે મનોજીત મને ધમકી આપી અને કહ્યું- બધાને કહી દે કે આપણે યુનિટ વિશે ચર્ચા કરી રહ્યાં છીએ. મારો ફોન ઝૈબ પાસે હતો, હું યુનિયન રૂમમાં ગઇ અને ફોન લઈ કોલેજની બહાર નીકળી ગઇ. પછી મેં મારા પિતાને ફોન કર્યો અને તેમને આખી વાત કહી. પહેલા હું તેમની સામે FIR નોંધાવતા ડરતી હતી, પણ હવે હું પીછે હટ કરવાની નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++