Kolkata Doctor Death: પશ્ચિમ બંગાળમાં કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ- હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. CBIએ તપાસ એજન્સીમાં નવી FIR નોંધી છે. તેને જોતા દિલ્હીથી સીબીઆઈની એક ટીમ આ કેસની તપાસ માટે કોલકત્તા પહોંચી હતી. CBIએ દિલ્હીથી વિશેષ મેડિકલ અને ફોરેન્સિક ટીમ મોકલી છે. કોલકત્તા પહોંચ્યાં પછી, ટીમ BSF-દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના અધિકારીઓને મળવા માટે પહેલા ન્યૂ ટાઉન રાજારહાટ પહોંચી હતી. કલકત્તા હાઈકોર્ટે ગઈકાલે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
મંગળવારે સીબીઆઈએ હત્યાની તપાસ સંભાળી હતી. એજન્સીએ કોલકત્તા હાઈકોર્ટના આદેશના કલાકોમાં જ તમામ ઔપચારિકતાઓ પૂરી કરી હતી. કોર્ટે રાજ્ય પોલીસને કેસના દસ્તાવેજો કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
કોલકત્તાની સરકારી આરજી કાર હોસ્પિટલના ઓડિટોરિયમમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલ પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થીનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. શનિવારે આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાએ આ કેસમાં કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. સીબીઆઈ તપાસની માંગ કરતી અન્ય કેટલીક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526