+

ટ્રમ્પનો ચોંકાવનારો દાવો:મેં 8 યુદ્ધો રોક્યા, મને એક નહીં પણ 8 નોબેલ પ્રાઈઝ મળવા જોઈએ

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ ફરી એકવાર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે 8 યુદ્ધો અટકાવીને લાખો લોકોના જીવ બચાવ

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ ફરી એકવાર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે 8 યુદ્ધો અટકાવીને લાખો લોકોના જીવ બચાવ્યાં છે, તેથી તેમને દરેક યુદ્ધ માટે એક એટલે કે કુલ 8 નોબેલ પુરસ્કાર મળવા જોઈએ.

ટ્રમ્પે નોર્વેની સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેઓએ જાણીજોઈને તેમને આ પુરસ્કાર આપ્યો નથી. જોકે, નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરે સ્પષ્ટતા કરી છે કે નોબેલ પુરસ્કાર આપવા સાથે સરકારને કોઈ લેવાદેવા નથી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, "મને દરેક યુદ્ધ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈતો હતો. મેં વિશ્વમાં લાખો લોકોના જીવ બચાવ્યાં છે. કોઈ એમ ન કહે કે નોર્વે નિયંત્રિત કરતું નથી. નોર્વે જ બધું નિયંત્રિત કરે છે. ટ્રમ્પે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોના વખાણ કર્યા હતા, જેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય ગણાવ્યાં હતા. ટ્રમ્પે કહ્યું કે માચાડોએ સ્વીકાર્યું છે કે આ પુરસ્કારના સાચા હકદાર હું જ છું.

માચાડોના આ પગલા બાદ નોબેલ ફાઉન્ડેશને સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ નોબેલ વિજેતા પોતાનું સન્માન અન્ય કોઈ વ્યક્તિને આપી શકતું નથી. સંસ્થાએ નિવેદન બહાર પાડ્યું કે પુરસ્કાર વિજેતા આ સન્માન અન્ય કોઈની સાથે વહેંચી શકતા નથી કે તેને ટ્રાન્સફર કરી શકતા નથી.

ટ્રમ્પે અગાઉ પણ નોર્વેના વડાપ્રધાનને સંદેશ મોકલી ફરિયાદ કરી હતી કે,  જોનાસ: તમારા દેશે મને 8 યુદ્ધો રોકવા બદલ નોબેલ ન આપ્યો, તેથી હવે ફક્ત શાંતિ વિશે વિચારવાની મારી કોઈ મજબૂરી નથી. શાંતિ મારી પ્રાથમિકતા રહેશે, પણ હવે હું અમેરિકાના હિતમાં જે સારું હશે તે જ કરીશ.

facebook twitter