અમદાવાદ કમલેશ શાહને ત્યાં દરોડામાં 4 કરોડ રોકડા, 10 લોકર સહિત મળી આ વસ્તુઓ

08:14 PM Jan 12, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કમલેશ શાહ અને તેમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા. અધિકારીઓને દરોડામાં 10 લોકર, 4 કરોડ રૂપિયા રોકડા અને અંદાજે 1 કરોડ રૂપિયાની જ્વેલરી મળી હતી. કમલેશ શાહ અને તેના સહયોગીઓના ડિજિટલ ડિવાઇસને બેકઅપ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપ્યાં છે.

સાયન્સ સિટીમાં કમલેશ શાહ અને પ્રગતિનગરમાં ગૌરાંગ પંચાલના ઘર ઉપરાંત સીજી રોડ પર આવેલી એનડી ગોલ્ડની ઓફિસ તેમ જ રતનપોળમાં આવેલી એનઆર એન્ડ કંપનીમાં દરોડાની કાર્યવાહી બીજા દિવસે ચાલુ રહી હતી.

દરોડાની રકમ પોતાની હોવાનો દાવો કરતો કમલેશ શાહ કરદાતા કે તેના ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક કરી તેમની રોકડ છોડાવી આપવા કહેતો હતો. તે કરદાતાઓને એવું કહેતો હતો કે, જો રોકડ નહીં છોડાવે તો તેના પર 60 ટકા ટેક્સ અને 60 ટકા પેનલ્ટી લાગશે અને વધારાના 20 ટકા ભરવાના થશે.

જો આ રકમ પર 40થી 50 ટકા કમિશન આપશો તો તેની જવાબદારી લઈ તેને લગતા જરૂરી દસ્તાવેજો હું આપીશ. રોકડ છોડાવી આપવા પેટે રેફરન્સ આપનારા ટેક્સ કન્સલ્ટન્ટ અને અધિકારીઓની સાઠગાંઠ રહેતી હતી. ચૂંટણી દરમિયાન કોઈ મોટી રોકડ પકડાય અથવા આંગડિયામાં મોટી રોકડ પકડાય તો તેવા કિસ્સામાં પણ કમલેશ શાહને ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા કે અધિકારીઓ દ્વારા માહિતી મળી જતી હતી. અને જપ્તીની રકમ પર તે દાવો કરતો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++