+

ખંડણીના કેસમાં કીર્તિ પટેલ કોર્ટમાં રજૂ, પોલીસ વાનમાંથી ઉતરતા જ રડી પડી, બાદમાં મળ્યાં જામીન

અમદાવાદઃ મહાશિવરાત્રિના મેળા દરમિયાન જૂનાગઢના પવિત્ર મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરવાના અને પોલીસ સાથે અયોગ્ય વ્યવહાર કરવાના કેસ સિવાય 20 લાખ રૂપિયાની ખંડણીના કેલમાં સોશિયલ મીડિયા ફેમ કીર્ત

અમદાવાદઃ મહાશિવરાત્રિના મેળા દરમિયાન જૂનાગઢના પવિત્ર મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરવાના અને પોલીસ સાથે અયોગ્ય વ્યવહાર કરવાના કેસ સિવાય 20 લાખ રૂપિયાની ખંડણીના કેલમાં સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ તકે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સાંજે કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવી હતી. પોલીસની ગાડીમાંથી ઉતરતાની સાથે જ કીર્તિ પટેલ રડી પડી હતી. તેણે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, તેના પર લાગેલા આરોપો ખોટા છે અને તેને ન્યાય મળવો જોઈએ. જો કે, મહિલા PI  અને સ્ટાફે તેને વધુ બોલતા અટકાવી કોર્ટમાં લઈ ગયા હતા.

જૂનાગઢમાં ટૂંકા ગાળામાં નોંધાયેલી ત્રણ ફરિયાદો બાદ કીર્તિ ફરાર થઈ ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડી હતી.

સુરક્ષાના કારણોસર પોલીસે એક અનોખી વ્યૂહરચના અપનાવી હતી. મીડિયા અને ટોળાને ગેરમાર્ગે દોરવા માટે એક મહિલા પોલીસકર્મીને કીર્તિ જેવા જ કપડાં પહેરાવી 'નકલી કીર્તિ' તરીકે રજૂ કરાઈ હતી. જો કે, હાથમાં પહેરેલા સોનાના ઘરેણાંને આધારે મીડિયાએ અસલી કીર્તિને ઓળખી કાઢી હતી.

પોલીસના જણાવ્યાં મુજબ, ધાર્મિક લાગણી દુભાવવાના કેસને કારણે કીર્તિ પટેલ પર હુમલો થવાની શક્યતા હતી.સુરક્ષાના હેતુથી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી. કારણ કે સાધુ સમાજ કિર્તી પટેલની નારાજ છે. બાદમાં કોર્ટે તેને જામીન પર મુક્ત કરી હતી.

નોંધનિય છે કે શિવરાત્રીએ મૃંગીકુંડમાં સ્નાન કરવા બદલ અને પોલીસ સાથે અયોગ્ય વ્યવહાર કરવા મામલે પણ કિર્તી પટેલ સામે ગુનો દાખલ થયો છે અને તેને હાજર થવા ફરમાન કરાયું છે.

 

facebook twitter