+

ખોડલધામમાં અનાર પટેલનું સંબોધન, ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે પરંતુ પટેલોને એકજૂથ કરવા મુશ્કેલ !

રાજકોટ: કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 21 જાન્યુઆરી 2026ના રોજ 9 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર ખોડલધામ ખાતે હાલ વર્ષ 2026 કન્વીનર મિટિંગનું આયોજન થયું છે. જે કન્વીનર મિટિં

રાજકોટ: કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 21 જાન્યુઆરી 2026ના રોજ 9 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર ખોડલધામ ખાતે હાલ વર્ષ 2026 કન્વીનર મિટિંગનું આયોજન થયું છે. જે કન્વીનર મિટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરી હતી.

ખોડલધામમાં અનાર પટેલે સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશ પટેલનો વિશ્વાસ હું ક્યારેય ડગમગવા નહીં દઉં. મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી, પરંતુ એક મોટી જવાબદારી છે, જે બાબતનું પૂરું ભાન મને છે. નરેશભાઈ પટેલે મા ખોડલની ભક્તિ અને એકતાની શક્તિના સૂત્ર સાથે ખોડલધામની સ્થાપના કરી હતી અને સંસ્થાએ સમાજને એકજૂથ થવાનો સંદેશ આપ્યો છે.

આપણી પાસે શક્તિ છે, સંપત્તિ છે, પટેલ સમાજ પાસે શું નથી ? પરંતુ સાચી તાકાત એકતામાં છે. જેથી આપણે સંગઠિત રહેશું તો જ ઇતિહાસ રચી શકીશું. ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એક કરવા મુશ્કેલ છે. છતાં નરેશભાઈ પટેલે પટેલ સમાજને એકત્રિત કરી બતાવ્યો છે. 

અનાર પટેલે કહ્યું કે, મતભેદ ચાલી શકે, ચર્ચા-વિવાદ થઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ. આંતરિક વિખવાદ સમાજને નબળો બનાવે છે. નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં. તેમણે સમાજને એકતાની દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.

facebook twitter