Junagadh News: એસઓજી ઓફિસ પાસે ગેરકાયદેસર ધમધમતું ગેમ ઝોન પકડાયું, સીલ હોવા છતાં આ રીતે ચાલતું હતું

07:18 PM Oct 25, 2024 | gujaratpost

Gujarat Game Zone News: રાજકોટ ગેમ ઝોન કાંડની બનેલી ગોઝારી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજ્યભરમાં મંજૂરી વગર ધમધમતા ગેમ ઝોનને સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે  જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું હતુ, પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. ગેમઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે આવેલા કુંજ સ્કવેરમાં પહેલા માળે સ્નુકઝોન ગેમઝોનને પરફોર્મન્સ લાયસન્સ ન હોવાના કારણે મામલતદારે તા. 25-5-2024 ના સીલ કરી દીધું હતું. પરંતુ આ સ્થળે પાછળના દરવાજા ખોલી ત્યાં ગેમઝોન ચાલતું હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ કરતા આ સીલ કરેલા ગેમઝોનમાં દસેક વ્યક્તિ બે ટેબલ પર ગેમ રમતા મળી આવ્યાં હતા.

સ્નુક સિટી ગેમઝોનના સંચાલક જયદીપસિંહ નિર્મળસિંહ વાઘેલાની પૂછપરછ કરતા તેણે કોઈ પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું અને પાછળના દરવાજેથી સીલ ગેમઝોન ખોલી ગેમ રમાડતો હતો. ગેમ રમવા આવતા લોકો પાસેથી 25 મિનીટના 10 રૂ. લેતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++